દેશ

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણા સમયથી દૂધની વિવિધ પ્રોડક્ટ્સના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો.

Amul Milk Price Reduction: અમૂલે શુક્રવારે ગુજરાતના લોકોને બેવડી ખુશી આપી છે. એક તરફ, અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સ – અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે, તો બીજી તરફ, નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.

દૂધના નવા ભાવ:

અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે નવા ભાવ નીચે મુજબ છે:

અમૂલ ગોલ્ડ (૧ લીટર પાઉચ): ₹૬૫
અમૂલ ટી સ્પેશિયલ (૧ લીટર પાઉચ): ₹૬૧
અમૂલ તાજા (૧ લીટર પાઉચ): ₹૫૩

જૂના ભાવની સરખામણી:

ભાવ ઘટાડા પહેલાં આ પ્રોડક્ટ્સના ભાવ નીચે મુજબ હતા:

અમૂલ ગોલ્ડ (૧ લીટર પાઉચ): ₹૬૬
અમૂલ ટી સ્પેશિયલ (૧ લીટર પાઉચ): ₹૬૨
અમૂલ તાજા (૧ લીટર પાઉચ): ₹૫૪

નવો ચોકલેટ પ્લાન્ટ અને રોજગારીની તકો

અમૂલ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં હંમેશાં કાર્યરત રહ્યું છે. ગુજરાતના તમામ ફેડરેશનોમાં અમૂલ પશુપાલકોને સૌથી વધુ દૂધના ભાવ ચૂકવે છે. આ સાથે, અમૂલે ખેડા જિલ્લાના ડભાણ ગામ નજીક ૪૫ વિઘા જમીનમાં એક નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ સ્થાનિક ૭૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે.

અમૂલ દ્વારા અન્ય વિકાસના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. ૧૨૩૩ દૂધ મંડળીઓમાંથી ૮૫૦ મંડળીઓમાં સોલાર પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત છે, અને બાકીની મંડળીઓમાં આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. અમૂલે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દૂધના ભાવમાં કોઈ વધારો કરવાનું આયોજન નથી. આ ઉપરાંત, મંડળીઓમાં જળસંચયની કામગીરી પણ ચાલુ છે. આમ, અમૂલે એક સાથે ગ્રાહકોને ભાવ ઘટાડાની ભેટ આપી છે અને ખેડૂતો તેમજ સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાની દિશામાં પણ મહત્વનું પગલું ભર્યું છે.

આ પહેલા અમૂલે જૂન, 2024માં અમૂલ દૂધમાં ભાવ વધારો કર્યો હતો. અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!